વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ તથા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સમાચારોમાં અલગ-અલગ કારણોને લીધે છવાયેલા છે. બાઈડેન ચૂંટણી લડાઈના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રાજ્યો (સ્વિંગ સ્ટેટ્સ)માં પ્રચારને કારણે ચર્ચામાં છે. તો બીજી તરફ, ટ્રમ્પ ડેનિયલ પોર્નસ્ટાર સ્ટોર્મીના વિવાદને કારણે ચર્ચામાં છે. કાનૂની સમસ્યાઓ હોવા છતાં ટ્રમ્પ તમામ સર્વેમાં બાઈડેનથી થોડા આગળ ચાલી રહ્યા છે. રીઅલક્લિયર પોલિટિક્સના સર્વે અનુસાર, ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ 46.1 ટકા છે જ્યારે બાઈડેનનું 44.9 ટકા છે. જોકે, મતદાનમાં 6 મહિના બાકી છે અને આંકડાઓમાં હજુ તો ઘણું ઉપરનીચે થઇ શકે છે.