ટોરેન્ટોઃ કેનેડાના ૧૫૦મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે કેનેડિયન સરકારે રાતના અંધારામાં ચમકે તેવા સિક્કા બહાર પાડ્યા છે. સિક્કાનો સંગ્રહ કરવાના શોખીનો માટે ખાસ મર્યાદિત માત્રામાં સિક્કા તૈયાર કરવામાં આવ્યા છે. રોયલ કેનેડિયન મીન્ટે કહ્યું હતું કે આ સિક્કાને ડાન્સ ઓફ સ્પિરિટ નામ આપવામાં આવ્યું છે. તેની આકર્ષક ડિઝાઇન ડો. ટીમોથી હૈસાએ તૈયાર કરી છે જે રિચન્ડના રહેવાસી છે અને તેમના વકીલ ભાઈએ આ આટવર્ક તૈયાર કરવામાં મદદ કરી છે. આ સિક્કા મીન્ટની નવી પેડ પ્રિન્ટેડ પ્રોસેસની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે અને તેની શાહીમાં લ્યુમિનસેન્ટ મટિરિયલનો ઉપયોગ કરાયો છે.