ટોરોન્ટોઃ કેનેડામાં પત્નીની હત્યા કરનાર ૪૦ વર્ષીય ભારતીય પતિ ભૂપિન્દરપાલ ગીલ અને તેની ૩૭ વર્ષીય પ્રેમિકા ગુરપ્રીત રોનાલ્ડને ૨૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સમય દરમિયાન તેઓને પેરોલ પર પણ મુક્તિ મળશે નહીં. ગીલ અને તેની પ્રેમિકા પર જાન્યુઆરી-૨૦૧૪માં પોતાની પત્નીની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
૨૯ જાન્યુઆરી-૨૦૧૪ના રોજ ગુરપ્રીત રોનાલ્ડે જગતાર ગીલની હત્યા કરી હતી. જ્યારે હત્યા કરવામાં આવી ત્યારે જગતાર પથારીવશ હતી કારણ કે તેની સર્જરી કરાવવામાં આવી હતી. જે દિવસે હત્યા કરવામાં આવી તે દિવસે ભૂપિન્દરપાલ અને જગતારના લગ્નની ૧૭મી વર્ષગાંઠ હતી. જગતાર અને ભૂપિન્દરપાલ ગીલના ત્રણ બાળકો છે.
આ હત્યા સંદર્ભે પોલીસે ૭ એપ્રિલ, ૨૦૧૪ના રોજ રોનાલ્ડની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેના એક સપ્તાહ પછી ભૂપિન્દરપાલ ગીલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ડોનાલ્ડે શરૂઆતમાં જગતારને લાકડી વડે મારી હતી અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે તેના પર હુમલો કર્યો હતો.