ટોરન્ટોઃ કેનેડામાં ભારતીય ડ્રાઇવર જસકીરત સિંહ સિદ્ધુને ૮ વર્ષની સજા કરાઈ છે. તેણે ગત વર્ષે એપ્રિલમાં હાઇવે પર જુનિયર હોકી ટીમના ખેલાડીઓની બસને ટક્કર મારી હતી. તેમાં ૧૬ લોકો મૃત્યુ પામ્યા હતા. ૧૩ ઘવાયા હતા. કોર્ટે કહ્યું કે ડ્રાઇવરે ચાર રસ્તે ટ્રક પર નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બસને ટક્કર મારી દીધી હતી.