ટોરોન્ટોઃ કેનેડામાં કથિત વંશીય હુમલાની ઘટનામાં ભારતીય મૂળના ની ક્રૂરતાથી મારપીટ કરી હતી. પંજાબના પતિયાલાના મૂળ રહેવાસી અને ટોરોન્ટોમાં બ્રેમ્પટનમાં રહેતા ૨૯ વર્ષીય શીખ યુવક સુપિન્દર સિંઘને કેટલાક લોકોએ તાજેતરમાં ગાળો આપી અને મારપીટ કરી હતી. હુમલો કરનારા નશાની હાલતમાં હતા અને તેમણે ખેહરાને ઘઉંવર્ણા રંગ અને પાઘડીને કારણે નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ ક્યુબેક શહેરમાં તેના મિત્રો સાથે હતા. એ દરમિયાન ફ્રેન્ચ ભાષામાં કેટલાક યુવકો તેમને ગાળો આપી અને તેમની પાઘડી તરફ ઈશારો કરતા પહોંચ્યા હતા. સિંઘે કહ્યું હતું, ‘મારી આંખો પર મુક્કો માર્યો હતો અને હું જમીન પર પડી ગયો. તેઓ મને મારપીટ કરતા રહ્યાં હતાં. આ બધું મારા રંગ અને પાઘડીના કારણે થયું હતું.’ તેમણે કહ્યું હતું કે તેમની પાઘડી પણ પડી ગઈ હતી. આ ઘટના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની નજરમાં આવતાં તેમણે ઘટનાની નિંદા કરી હતી.