કેલિફોર્નિયાઃ કેટલાક દિવસોથી કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જંગલમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરવાને કારણે સેન બર્નાડિનોના ૮૨,૦૦૦ લોકોએ પોતાનાં ઘર છોડવા મજબૂર થવું પડ્યું છે. તાજેતરમાં લાગેલી આગે ગરમ તાપમાન, સૂકા પવન અને ઘેરા જંગલોને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. બ્લૂકટ નામથી ઓળખાનારી આ આગ અત્યારસુધી ૧૮,૦૦૦ એકરના જંગલોમાં પ્રસરી ગઈ છે.