લોસ એન્જલસઃ અમેરિકામાં ૧૯૨૫માં આવેલા શક્તિશાળી ભૂકંપની ચેતવણી છેક ૯૨ વર્ષ પછી અત્યારે મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જકે બાદમાં છબરડાની જાણ થતાં લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. યુએસ જિયલોજિકલ સર્વે દ્વારા કેલિફોર્નિયાના કાંઠા વિસ્તારમાં ૬.૮ની તીવ્રતાનો શક્તિશાળી ધરતીકંપ આવી શકે છે એવી ચેતવણી વહેતી કરવામાં આવી હતી. અનેક સમાચાર ચેનલોને પણ આ અંગેની એલર્ટ મળી ચૂકી હતી. જોકે બાદમાં ખબર પડી કે યુએસજીએસના કમ્પ્યુટરોમાં ખામીના કારણે ૧૯૨૫ના ડેટાના આધારે એલર્ટ આપી દેવામાં આવી હતી.