સેક્રેમેન્ટોઃ કેલિફોર્નિયાની એક કોર્ટમાં ભારતીય-અમેરિકન મહિલા જયા બડિગાને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. જયા બડિગા ભારતના તેલુગુભાષી રાજ્યમાંથી કેલિફોર્નિયામાં જજ બનનાર પ્રથમ વ્યક્તિ છે. જયા બડિગાને સેક્રામેન્ટો કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરાયાં છે. આંધ્ર પ્રદેશના વિજયવાડામાં જન્મેલા જયા બડિગાએ પ્રારંભિક અભ્યાસ હૈદરાબાદમાં જ પૂર્ણ કર્યા બાદ હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી સાઈકોલોજી અને પોલિટિકલ સાયન્સમાં બી.એ.ની ડિગ્રી મેળવી છે. નોંધનીય છે કે અમેરિકાની વસ્તીમાં માત્ર એક ટકા ભારતીય મૂળના લોકો રહે છે, પરંતુ આમાંના ઘણાં લોકો રાજનીતિથી લઈ ન્યાયપાલિકા અને સારા હોદ્દાઓ પર બિરાજે છે.