અમેરિકાના કેલિફોર્નિયાના રેડવુડ નેશનલ પાર્કમાં દુનિયાનું સૌથી ઊંચું વૃક્ષ આવેલું છે. આ વૃક્ષનું નામ હાઇપેરિઓન છે. આ વૃક્ષ આશરે 380 ફૂટ ઊંચું છે. તેની ઊંચાઈનો અંદાજ એ વાત પરથી લાગે છે કે આ પેડ પાસે કુતુબ મિનાર પણ નાનો લાગશે. ગરમીના દિવસોમાં આ વૃક્ષ નીચે સામાન્યથી 4 ડિગ્રી ઓછું તાપમાન રહે છે. વૃક્ષની સુરક્ષા માટે પાર્કમાં વૃક્ષનું ઓરિજનલ લોકેશન છુપાવવામાં આવ્યું છે!