કોલ સેન્ટર કૌભાંડમાં ગુજરાતી યુવકને સાડા આઠ વર્ષની જેલ

Thursday 25th April 2019 05:51 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં લોકો સાથે છેતરપિંડી બદલ કોલ સેન્ટર કૌભાંડમાં મુખ્ય ભાગ ભજનાર ગુજરાતી હેમલ કુમાર શાહને ૧૯મીએ ફેડરલ કોર્ટે સાડા આઠ વર્ષની જેલની સજા ફટકારી હતી. ૨૭ વર્ષીય હેમલ કુમારે ૨૮ જાન્યુઆરીએ જ ગુનાની કબુલાત કરી હતી. કોલ સેન્ટર કૌભાંડ કેસમાં જેલ જનારો હેમલ કુમાર બીજો ગુજરાતી છે. શાહની સજાના ભાગરૂપે ફલોરિડાની કોર્ટે ૮૦ હજાર ડોલરનો કેસ પણ દાખલ કર્યો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, ૨૦૧૪થી ૨૦૧૬ સુધી શાહે તેના અમેરિકાસ્થિત ગુનેગારો અને ભારતમાં આવેલા કોલ સેન્ટરો દ્વારા પોતાની જાતને આઇઆરએસના ઓફિસર અથવા તો તમારે એજન્સીને આટલા ડોલર આપવાના છે તેવું કહીને અનેક વખતે ખંડણી માગી હતી. તેઓ ધમકી પણ આપતા હતા કે જો તમે આ રકમ તાત્કાલિક નહીં ભરો તો તમારી ધરપકડ કરાશે. છેતરરિંડી કરનારાઓ ધાક ધમકીથી બેંકમાં પૈસા જમા કારવ્યા પછી વિવિધ તરકીબોથી એ રકમ ઉપાડી લેતા હતા.

તેઓ રનરને ભોગ બનનારના નામ અને રહેઠાણ આપતાં અને પૈસા ભેગા કરતા હતા. અગાઉ પણ કોલસેન્ટર કૌભાંડમાં ચાર અન્યોની ધરપકડ કરાઇ હતી. ૨૫ માર્ચે એલેજાન્દ્રો ઝુઆરેઝને ફેટરલ કોર્ટે પંદર મહિનાની સજા આપી હતી અને નીતિશ ખઉણઆરનએ આઠ વર્ષ અને છ મહિનાની સજા મળી હતી. ઉપરાંત શરવિલ પટેલ અને બ્રેન્ડા ડોઝીયરને સજા સંભળાવવાની બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter