ગુજરાતના પ્રધાન રોહિત પટેલનું ભાજપની સફળતા વિશે પ્રવચન

Wednesday 28th June 2017 09:29 EDT
 

નોરવોકઃ અમેરિકાની મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યકક્ષાના ઉદ્યોગપ્રધાન રોહિતભાઈ પટેલે નોરવોક સ્વામિનારાયણ મંદિરમાં પ્રવચન કાર્યક્રમને સંબોધતા રાજ્યમાં ભાજપના નેતાઓને મળેલી સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપ જ એકમાત્ર એવો પક્ષ છે જે ભારતને ભ્રષ્ટાચારથી મુક્ત કરાવી શકશે. તે ઉપરાંત, સરકારમાં તમામ સ્તરે કડક અમલદારશાહી માટે સક્ષમ છે. એક કલાકના પ્રવચન કાર્યક્રમમાં ભારતીય મૂળના અમેરિકી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે ભ્રષ્ટાચાર અને નિરક્ષરતા ભારતીયો માટે અવરોધો છે તેને દૂર કરવાના છે. શિક્ષણનો વ્યાપ વધારવો અને નિરક્ષરતા દૂર કરવી એ કપરા કાર્યો છે. તેવું જ ભારતીય રાજકારણમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાનું છે. આ બધા કાર્યો ધીરજ અને સમય માગે લે તેવા હોવાનું પટેલે જણાવ્યું હતું.
ગુજરાત સરકારના પ્રધાને જણાવ્યું હતું કે મોદી સરકાર સામાન્ય લોકોને સામાજિક ન્યાય માટે વિશેષ ધ્યાન આપી રહી છે. સરકાર ઘણાં પડકારો વચ્ચે પ્રગતિ સાધી રહી હોવાની તેમણે વાત કરી હતી. પટેલે જણાવ્યું કે ઉદાહરણ તરીકે જોઈએ તો અમલદારશાહી અને નીતિ ઘડવી તે બન્ને વચ્ચે એવો નાજુક સંબંધ છે કે બન્નેનું સહઅસ્તિત્વ હોઈ જ શકે નહીં. ગુજરાત સરકારના પ્રધાને જણાવ્યું હતું કે ધર્મ અને રાજકારણ બન્ને તદ્ન અલગ બાબત છે. આ કાર્યક્રમનું આયોજન ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા કરાયું હતું. પ્રવચન બાદ ઓપન ફોરમ પણ યોજાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter