વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 44 કરોડ રૂપિયા આપો અને ગોલ્ડ કાર્ડ સ્કીમ મેળવો સ્કીમ ભલે ચર્ચામાં હોય, પરંતુ અમેરિકામાં રહેનારા લગભગ 15 લાખ ભારતીયો સાથે જોડાયેલા ગ્રીન કાર્ડ અને એચ-1બી વિઝા પર મૌન સાધી લીધું છે. એચ-1બી વિઝા કેટેગરીમાં સૌથી વધુ ભારતીયોને અમેરિકામાં એન્ટ્રી મળે છે. ગયા વર્ષે 1.20 લાખ કુલ એચ-1બી વિઝામાંથી 72 ટકા ભારતીયોને ઈશ્યૂ કરાયા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ એચ-1બી વિઝા પર નરમ-ગરમ નિવેદન આપતા રહ્યા છે. એચ-1બીને લઈને આશંકા એટલા માટે પણ છે કારણ કે 2020માં ટ્રમ્પ તેને અસ્થાયી રીતે બંધ કરી ચૂક્યા છે. આવી જ સ્થિતિ ગ્રીન કાર્ડની પણ છે. અમેરિકામાં લગભગ 10 લાખ ભારતીય ગ્રીટિંગ લિસ્ટના હિસાબથી જોઈએ તો 195 વર્ષમાં તે પૂરી થશે. કારણ કે અમેરિકામાં દર વર્ષે 10 લાખ ગ્રીન કાર્ડમાંથી દરેક દેશને 7 ટકા જ ક્વોટા મળી શકે છે.