લોસ એન્જલસઃ સમગ્ર વિશ્વના સંગીતચાહકો જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોતા હોય છે તેવા ૫૮મા ગ્રેમી એવોર્ડસના વિજેતાઓના નામ અમેરિકાના મહાનગર લોસ એન્જલસમાં યોજાયેલા સમારોહમાં જાહેર થયા છે. ઝાકઝમાળભર્યા સમારોહમાં એવોર્ડસ વિજેતાઓના નામની જાહેરાત સાથે જ કલાકારોમાં ભાવુકતા, ઉન્માદ અને આનંદની લાગણીનું મોજું ફરી વળ્યું હતું. અમેરિકી પોપ ગાયિકા ટેલર સ્વિફ્ટનાં સુપરહિટ આલબમ ‘1989’ને આલબમ ઓફ ધ યરનો ગ્રેમી એવોર્ડ એનાયત થયો છે. કેંડ્રિક લેમાને તેના રેપ આલબમ ‘ટુ પિંપ એ બટરફ્લાય’ માટે રેપ આલબમ શ્રેણીમાં એવોર્ડ એનાયત થયો છે. ઉલ્લેખનીય છે કે કેંડ્રિકને આ પાંચમી વખત ગ્રેમી એવોર્ડ મેળવ્યો છે.
સંગીતની દુનિયામાં ઓસ્કર તરીકે જાણીતા ગ્રેમી એવોર્ડને અમેરિકાની સંસ્થા નેશનલ એકેડમી ઓફ રેકોર્ડિંગ એન્ડ સાયન્સિસ દ્વારા આપવામાં આવે છે. આ પહેલાં ગ્રેમી એવોર્ડને તેની ટ્રોફીનાં નામે ‘ગ્રામોફોન એવોર્ડ’ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આઠ ભારતીયોને આ એવોર્ડ એનાયત થયો છે.
આ વર્ષના ગ્રેમી વિજેતાઓ
• રેકોર્ડ ઓફ ધ યર - અપટાઉન ફંક (માર્ક રોન્સન, ફીચરિંગ બાય બ્રુનો માર્સ)
• બેસ્ટ પોપ ડ્યુ ગ્રૂપ પરફોર્મન્સ - અપટાઉન ફંક (માર્ક રોન્સન, ફીચરિંગ બાય બ્રુનો માર્સ)
• બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ - મેગન ટ્રેનર
• સોન્ગ ઓફ ધ યર - થિંકિંગ આઉટ લાઉડ (એડ શીરન, એમી વોજ)
• બેસ્ટ અર્બન કન્ટેમ્પરરી આલ્બમ - બ્યૂટી બિહાઈન્ડ ધ મેડનેસ (ધ વિકેન્ડ)
• બેસ્ટ અલ્ટરનેટિવ મ્યૂઝિક આલ્બમ - સાઉન્ડ એન્ડ કલર (અલાબામા સેક)
• બેસ્ટ ડાન્સ રેકોર્ડિંગ - વેર આર યુ નાઉ (શ્રીલેક્સ એન્ડ ડિપ્લો વિથ જસ્ટીન)
• બેસ્ટ કન્ટ્રી આલ્બમ - ટ્રાવેલર (ક્રીશ સ્ટેપલેટોન)
• બેસ્ટ રેપ આલ્બમ - ટુ પીમ્પ અ બટર ફ્લાય (કેન્ડ્રીક લેમાર)
• આલ્બમ ઓફ ધ યર - 1989 (ટ્રેલર સ્વીફ્ટ)
• બેસ્ટ રોક પરફોર્મન્સ - ડોન્ટ વોન અ ફાઈટ (અલાબામા સેક)