મિયામીઃ ચંદ્રની ધરતી પર ચાલનારા અમેરિકન અવકાશયાત્રી એડગર મિશેલનું ચોથી ફેબ્રુઆરીએ ૮૫ વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવાર અને નાસાએ આ જાણકારી આપી હતી. ચંદ્રની સપાટી પર અત્યાર સુધી માત્ર ૧૨ લોકોએ જ પગ મૂક્યો છે. જેમાં મિશેલ પણ સામેલ હતા. નાસાએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મિશેલ થોડા સમયથી બીમાર હતા. તેમનું ગુરૂવારે નિધન થયું હતું. તેના બીજા જ દિવસે ચંદ્ર પર તેમના ઉતરવાની ૪૫મી વર્ષગાંઠ હતી.