વોશિંગ્ટનઃ આ વર્ષે ધી પ્રાઇડ ઓફ અમેરિકા નામના પ્રતિષ્ઠિત એવોર્ડ એવા ગ્રેટ ઇમિગ્રેન્ટસ એવોર્ડ મેળનારાઓ ૪૨ અમેરિકન નાગરિકોમાં ભારતીય મૂળના ગુગલના સીઇઓ સુંદર પિચાઇ અને અન્ય ત્રણ ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ ભારતીય મૂળના લોકોમાં પીબીએસના વરિષ્ઠ પત્રકાર અને ટીવી સંચાલક હરિ શ્રીનિવાસન, અમેરિકન્સ મેકનસેરી એન્ડ કંપનીના ચેરમેન વિક્રમ મલ્હોત્રા અને નેશનલ બુક ક્રિટ્કિસ સર્કલ એવોર્ડ વિજેતા લેખિકા ભારતી મુખર્જીનો સમાવેશ થતો હતો.
૩૦મી જૂને આ એવોર્ડ માટે જાહેર થયેલી યાદીમાં જણાવાયું હતું કે, કાર્નેગી કોર્પોરેશનના આ વાર્ષિક એવોર્ડ ૩૦ જૂને ન્યૂ યોર્કમાં એક સમારંભમાં આપવામાં આવશે. વર્ષ ૨૦૧૬ માટે કોર્પોરેશને ૩૦ અલગ અલગ દેશોના ૩૦ લોકોની પસંદગી કરી હતી જેમની અંગત ઇમિગ્રેશનની વાતો અને વ્યવસાયીઓ સિદ્ધિઓ પ્રેરણાદાયી છે.