નવી દિલ્હીઃ અમેરિકામાં ચીન માટે જાસૂસી કરવાના આરોપમાં સેન્ટ્રલ ઇટેલિજન્સ એજન્સી (સીઆઇએ)ના એક પૂર્વ અધિકારીને ૨૦ વર્ષની સજા સંભળાવાઈ છે. પૂર્વ અધિકારી કેવિન મેલોરીને અમેરિકી રક્ષાથી સંબંધિત ગુપ્ત માહિતીને ચીનના ગુપ્ત એજન્ટને ૨૫,૦૦૦ ડોલરમાં વેચવાના દોષિત ઠેરવાયા છે. સહાયક એટોર્ની જનરલ જોન ડેમર્સે જણાવ્યું હતું કે અમેરિકી ગુપ્ત એજન્સીના પૂર્વ અધિકારી મેલોરીને ચીની ગુપ્ત અધિકારીને રાષ્ટ્રીય રક્ષા માહિતી આપવાના કાવતરું રચવા માટે પોતાની જિંદગીના ૨૦ વર્ષ જેલમાં વિતાવવા પડશે.