વોશિંગ્ટનઃ જીવલેણ હુમલાની ઘટનાએ ટ્રમ્પની ચૂંટણી જીતવાની શક્યતા વધારી દીધી છે. ફાયરિંગની ઘટના બાદ આગામી નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ટ્રમ્પની જીતની શક્યતામાં 10 ટકાનો વધારો થયો છે. પોલીમાર્કેટના સરવેમાં ટ્રમ્પની જીત હવે 70 ટકા દર્શાવાઈ રહી છે. આ હુમલા બાદ હવે ટ્રમ્પ માટે પોતાની જ પાર્ટીમાં નિક્કી હેલી અને ચેની સાથે બાકી રહેલો પડકાર હવે લગભગ ટળી ગયો છે. સોમવારે રિપબ્લિકન પાર્ટીના મિલુવાકીમાં પ્રમુખ અધિવેશન થશે. તેમાં ટ્રમ્પને પાર્ટી તરફથી અધિકૃત ઉમેદવાર જાહેર કરાશે. ત્યારબાદ ટ્રમ્પને ફંડ રેઇજિંગમાં વૃદ્ધિ થવાની શક્યતા છે.
ટ્રમ્પને પ્રમુખ જેટલી સુરક્ષા તો ચૂક કેમ?
એફબીઆઈના પૂર્વ એડિશિનલ ડિરેક્ટર ક્રિસ સ્વેકરના કહેવા અનુસાર પ્રમુખની ચૂંટણીના ઉમેદવાર ટ્રમ્પને પ્રમુખ લેવલની સુરક્ષા હતી. એફબીઆઈને એ સ્પષ્ટ કરવું પડશે કે ટ્રમ્પ હુમલાખોરની સામે પૂરા એક્સપોઝ હતા. સુરક્ષામાં ચૂક પર એફબીઆઈ જવાબ આપે.