લોસ એન્જલસઃ ભારતીય સિતારવાદક અનુષ્કા શંકર છઠ્ઠી વખત સંગીત માટે ખ્યાતનામ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થઈ હતી, પરંતુ વિજેતા થઈ શકી નહોતી. વાયોલિનવાદક યો યો માને આ વર્ષનો ગ્રેમી એવોર્ડ મળ્યો છે.
યો યો માને સર્વશ્રેષ્ઠ વિશ્વસંગીત આલબમ શ્રેણીમાં તેના આલબમ ‘સિંગ મી હોમ’ માટે એવોર્ડ અપાયો છે. અનુષ્કાને તેના આલબમ ‘લેન્ડ ઓફ ગોલ્ડ’ માટે નામાંકિત કરાઈ હતી જે વૈશ્વિક શરણાર્થીઓના સંકટ પર આધારિત છે. સંગીત સમારંભમાં અનુષ્કા તેના પતિ અને બ્રિટિશ નિર્દેશક જો રાઇટ સાથે આવી હતી.