વોશિંગ્ટનઃ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વ્હાઇટ હાઉસમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) જેક સુલિવનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને નેતાઓેએ ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી હતી. જયશંકરે અમેરિકા પ્રવાસ દરમિયાન તેમના અમેરિકી સમકક્ષ એન્ટિની બ્લિંકન અને વર્તમાન બાઇડેન સરકારના અન્ય વરિષ્ઠ સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ પર વ્યાપક ચર્ચા થઈ. સાથે જ વર્તમાન ક્ષેત્રીય અને વૈશ્વિક ઘટનાક્રમ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.