અમેરિકાનો 23 વર્ષીય યુવક પીટર ફ્રેન્ક 9600 કિલોમીટર લાંબી નૌકાયાત્રા પર નીકળ્યો છે. પીટરે આ યાત્રા અમેરિકાના પૂર્વ વિસ્તાર ગ્રેટ લૂપના કાંઠેથી શરૂ કરી છે. થોડાં વર્ષો પહેલાં એક માર્ગ અકસ્માતમાં પીટર ગંભીર રીતે ઘાયલ થયો હતો પરંતુ પરમાત્માએ તેનો જીવ બચાવ્યો હતો. હવે પીટર આ યાત્રાના માધ્યમથી પરમાત્મા પ્રત્યે - જીવન પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવા માગે છે. પીટરની નૌકાયાત્રા મિશિગનથી શરૂ થઈ છે જે વિવિધ પ્રદેશોમાંથી પસાર થઇને ફ્લોરિડા ખાતે ઈલિનોય રિવરમાં સમાપ્ત થશે. પીટરે ગયા જૂનમાં યાત્રાનો આરંભ કર્યો છે, અને અત્યાર સુધીમાં તે ચોથા ભાગની યાત્રા પૂરી કરી ચૂક્યો છે.
પીટર ફ્રેન્કએ આ જળયાત્રા દરમિયાન બહુ મર્યાદિત સંસાધનો પોતાની સાથે રાખ્યા છે. એક નાના તંબૂ ઉપરાંત તેણે 10 પાવર બેન્ક અને એક સોલર પેનલ સાથે રાખ્યા છે જેનાથી તે ઈક્વિપમેન્ટ ચાર્જ કરી શકે છે. તો સુરક્ષા માટે એક ચપ્પુ પણ સાથે રાખ્યું છે. પ્રવાસ દરમિયાન તે હોડીમાં કે નદી કિનારે તંબૂ બાંધીને આરામ કરી લે છે. પીટરને આ જળયાત્રા 17 માસમાં પૂરી થવાનો અંદાજ છે.