ન્યૂ યોર્કઃ અમેરિકાના વર્જિનિયામાં જોડકા ભાઇઓનાં જોડકી બહેનો સાથેના લગ્ન બાદ બંને બહેનોએ દીકરાને જન્મ આપ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે બંને બાળકો સગા ભાઇ નથી, પણ વિજ્ઞાનીઓ તેમને ‘જિનેટિક બ્રધર્સ’ તરીકે ઓળખાવી રહ્યા છે. વિજ્ઞાનની ભાષામાં આવાં ભાઇ-બહેનોને ‘ક્વાટર્નરી ટિ્વન્સ’ પણ કહે છે.
35 વર્ષની બ્રિયાના અને બ્રિટની ડીને 2018માં 37 વર્ષના જોશ અને જેરેમી સલ્યેર્સ સાથે લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ બંનેના ઘરે જેક્સ અને જેટનો જન્મ થયો. બંને એક વર્ષનાં છે. તેઓ આમ તો પિતરાઇ ભાઇ થયાં અને તેમના જન્મ વચ્ચે 3 મહિનાનું અંતર છે, પણ ઉલ્લેખનીય બાબત એ છે કે આનુવંશિક રીતે બંનેનું ડીએનએ એકસમાન છે. ક્વાટર્નરી ટિ્વન્સનો જન્મ બહુ રેર ગણાય છે. નવ મહિનાથી ઓછા અંતરે જન્મ્યા હોય અને જેમનાં માતા-પિતા ટિ્વન્સ હોય તેમને ક્વાટર્નરી ટિ્વન્સ કહે છે. ટેક્નિકલી તેઓ કઝિન હોય છે પણ તેમના જીન્સ મહદઅંશે એકસમાન હોય છે.