સાન ફ્રાન્સિસ્કોઃ ફેસબુક સાથે પ્રાઈવસી મુદ્દે વિવાદ થતાં વોટ્સએપના સીઈઓ જોન કુમે પહેલી મેએ રાજીનામું આપી દીધું હતું. જોકે રાજીનામા માટે તેણે કોઈ મતભેદ હોવાનું કારણ આપ્યું નથી. ફેસબુક પોસ્ટ દ્વારા જોને પદત્યાગની જાહેરાત કરી હતી. પરંતુ અમેરિકી મીડિયાના અહેવાલો પ્રમાણે ફેસબુકની પ્રાઈવસી પોલીસીમાં ગરબડ હોવાથી જોનને તેની સાથે સૈદ્ધાંતિક વાંધો પડી રહ્યો છે. માટે તેણે વોટ્સએપ-ફેસબુક છોડી દીધું હતું. વોટ્સએપની માલિકી હવે ફેસબુકની છે કેમ કે ૨૦૧૪માં ફેસબુકે ૧૯ અબજ ડોલરમાં વોટ્સએપ ખરીદી લીધું હતું. જોકે બ્લુમબર્ગની ગણતરી પ્રમાણે અત્યારે ફેસબુક છોડવાથી જોનને અંદાજે ૧ અબજ ડોલરનું નુકસાન થવાની શક્યતા છે. કેમ કે નક્કી થયા પ્રમાણે તેને કંપનીના શેરમાં ચોક્કસ હિસ્સો મળવાનો હોય છે. જો તેણે ૨૦૧૮ના આખા વર્ષ સુધી કામગીરી કરી હોત તો તેને બીજા ૫૮ લાખ શેર મળ્યાં હોત.