સવન્નાઃ એસજીવીપી ઇન્ટરનેશનલ ગુરુકુળ યુએસના જ્યોર્જિયામાં પણ શરૂ થશે. ‘ધર્મજીવન મિશન ટ્રસ્ટ’ યુએસએ દ્વારા જ્યોર્જિયામાં આવેલા સવાન્નામાં ૫૦ એકર ભૂમિમાં એસજીવીપી ગુરુકુળ શૈક્ષણિક અને આધ્યાત્મિક કલ્ચર સેન્ટરનો એચ એચ સ્વામિ માધવપ્રિયદાસજીના માર્ગદર્શન તથા પ્રેરણાથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.
આ પ્રસંગની ઉજવણી સ્વરૂપે એસજીવીપી ઇન્ટરનેશનલ ગુરુકુળના નવા કેમ્પસમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપૂજામાં એસજીવીપીના પ્રેસિડેન્ટ સ્વામિ માધવપ્રિયદાસજી ઉપસ્થિત રહેશે અને સ્વામિ બાલકૃષ્ણજી તથા પુરાણી સ્વામિજી ટેલિફોન દ્વારા આ કાર્યક્રમમાં આશીર્વાદ પાઠવશે.
આ ઉપરાંત કાર્યક્રમમાં પેન્સિલવેનિયા સ્થિત ટ્રસ્ટી ડો. વી ધડુક, સેલેસ્બરીના ડો. જય હરખાણી, ડો. જેરમ કંકોટિયા, ફ્લોરિડાના વિજય સોલંકી, જેક્સનવિલેના મનુભાઈ તથા સ્થાનિક ભક્તો હાજર રહેશે.