જ્હોન્સન રૂ. ૭૬૦ કરોડનું વળતર ચૂકવેઃ કોર્ટનો આદેશ

Thursday 19th April 2018 08:40 EDT
 
 

વોશિંગ્ટનઃ ન્યૂ જર્સીના ૪૬ વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટિફન લેન્જો અને તેની પત્ની કેન્ડ્રાએ બાળકો માટેના ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ કંપનીના બેબી પાઉડરની ખરીદી પછી જણાવ્યું હતું કે આ પ્રોડક્ટથી અમારા બાળકને મેસોથેલિયોમા નામનું કેન્સર થયું છે અને કંપની વળતર ચૂકવે. તાજેતરમાં વોશિંગ્ટનની એક સ્થાનિક કોર્ટે કંપનીને રૂ. ૭૬૦ કરોડનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. નીચલી કોર્ટે રૂ. ૨૪૦ કરોડનું વળતર નક્કી કર્યું હતું, પણ આ કોર્ટે ત્રણ ગણું વધારીને રૂ. ૭૬૦ કરોડ કરી દીધું છે.

દંપતીએ બાળકની અને પ્રોડક્ટની મેડિકલ તપાસ કરાવી તો તેનાથી જણાયું કે આ પ્રોડક્ટથી બાળકનાં ફેફસાં, પેટ, હૃદય અને અન્ય અંગોને અસર થાય છે. બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ હોવાથી આ કેન્સર થયું હોવાનું કંપનીના ૧૨૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત નોંધાયું છે. કંપનીએ તેના ઉત્પાદનો પર બીમારી કે જોખમની કોઈ ચેતવણી પણ છાપી નહોતી. કંપનીને તેની જાણ હોવા છતાં આમ નહીં કરવું તે બેદરકારી છે. કંપનીની દલીલ હતી કે લેન્જો જે ઘરમાં રહે છે તેના ભોંયરામાં જે પાઈપ છે તે એસ્બેસ્ટોસની બનેલી છે, પરંતુ કોર્ટે કંપનીની દલીલ માન્ય રાખી નહોતી.

છેલ્લા બે વર્ષમાં કંપની ૭ કેસ હારી ચૂકી છે. કુલ રૂ. ૫૯૫૦ કરોડનો દંડ ફટકાર્યો છે. જોકે રૂ. ૨૭૦૦ કરોડના એ કેસમાં ચુકાદો કંપનીની તરફેણમાં આવ્યો હતો. ગયા ઓગસ્ટમાં કંપનીને અલબામાની એક મહિલાને ઓવરીના કેન્સરમાં રૂ. ૪૭૫ કરોડનું વળતર આપવું પડ્યું હતું. ત્યાર બાદ મિસોરીના ૫ કેસમાં કોર્ટે રૂ. ૧૯૯૬ કરોડનો દંડ ફટકાર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter