ન્યૂ યોર્કઃ ટાઈમ મેગેઝિન દ્વારા થયેલા ટાઈમ ૧૦૦ રિડર્સ પોલ સર્વેમાં નરેન્દ્ર મોદીને ઝીરો વોટ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ પોલ એ કોઈ પાવરફુલ વ્યક્તિઓનું લિસ્ટ નથી. પરંતુ જગતના સૌથી શક્તિશાળી-અસરકાર ૧૦૦ વ્યક્તિઓમાં કોનો સમાવેશ કરવો એ ટાઈમ મેગેઝિન તેના ઓનલાઈન રિડર્સને પૂછે છે. એ જવાબમાં થયેલા વોટિંગની વિવિધ કેટેગરી નક્કી કરવામાં આવી છે. તેમાં સૌથી ઓછા મતની કેટેગરી ઝીરો વોટ છે. ગયા વર્ષે નરેન્દ્ર મોદીનો સમાવેશ ૧૦૦ સૌથી અસરકારક વ્યક્તિઓમાં થયો હતો અને ત્યારે પ્રમુખ ઓબામાએ નરેન્દ્ર મોદીનો પ્રોફાઈલ લખ્યો હતો.