વોશિગ્ટન: અમેરિકાના ટેક્સાસ શહેરના ટિમ મિનિક 81 વર્ષની વયે ફિટનેસ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. તેઓ હવે દુનિયાના સૌથી મોટી વયના ફિટનેસ ટ્રેનર બની ગયા છે. હકીકતમાં મિનિકે 73 વર્ષની વયે પત્નીના નિધન થયા બાદ પોતાનું ધ્યાન અન્યત્ર વાળવા ફિટનેસ ઇન્સ્ટ્રકટરનું કામ શરૂ કર્યું હતું. એ વખતે તેઓ 73 વર્ષના હતા. તેઓ હાલમાં જેમને ફિટનેસની ટ્રેનિંગ આપે છે તે પૈકી મોટા ભાગના 50 વર્ષથી મોટા છે. કેટલાક તો 95 વર્ષના વડીલો પણ છે. મિનિક કહે છે કે 35 વર્ષની વય બાદ આપણા સ્નાયુ પ્રમાણમાં ઓછા કામ કરે છે. આપણે તેની કાળજી માટે પગલાં લેતા નથી પરિણામે વય 70-75 વર્ષ થઇ જાય છે ત્યારે તે સારી સ્થિતિમાં હોતા નથી. આપણે યોગ્ય સમયે તેની યોગ્ય કાળજી લઇએ તો તન-મનથી ચુસ્ત-દુરસ્ત રહેવું મુશ્કેલ નથી.