ટેક્સાસમાં ગુજરાતીમાં પોસ્ટર્સ લાગ્યા

Sunday 03rd November 2024 05:51 EST
 
 

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ટેક્સાસનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો છે. આ વીડિયોમાં ગુજરાતી ભાષામાં લખેલા પોસ્ટર્સ જોઈ શકાય છે. વીડિયો જેમણે શૂટ કર્યો છે તેમના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં વોટ કરી રહ્યાં છે પરંતુ આ પહેલી વખત છે જ્યારે, ચૂંટણી દરમિયાન ગુજરાતીમાં પોસ્ટર્સ લાગેલા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીએ ‘સંસ્કૃતિ અને સંસ્કાર દેશનો આધાર‘ના નારા લખ્યા હોવાનું વંચાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter