ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં ગનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને પગલે હવે રાજ્યની યુનિવર્સિટીઓના કેમ્પસમાં વિદ્યાર્થીઓને ગન લઇને જવાની છૂટ આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓની ઉંમર ૨૧ વર્ષ કે તેથી વધુ હોય તેમને આ છૂટછાટ આપવામાં આવી છે. જોકે આ ગન લાઇસન્સ વાળી હોવી જરૂરી છે. એટલું જ નહી વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પણ ગન લઇને જઇ શકશે. અમેરિકાના આશરે ૫૦ રાજ્યોમાંથી સાત રાજ્યોમાં ગન રાખવાના કાયદા સાવ હળવા છે અને ટેક્સાસનો પણ તેમાં સમાવેશ થઇ ગયો છે. ટેક્સાસ અમેરિકાનું આઠમું એવું રાજ્ય બન્યું છે કે જ્યાં ૨૧ વર્ષ કે તેથી વધુ વયના વિદ્યાથીઓ વર્ગખંડમાં પણ ગન સાથે રાખી શકશે.