અમેરિકામાં પાંચમી નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે ત્યારે આવો, આપણે મહત્ત્વના પોલ અને તેના તારણો પર એક સરસરતી નજર ફેરવીએ.
મતદાનની તારીખ નજીક આવવાની સાથે જ રોમાંચ પણ નવી ઊંચાઇએ છે. જ્યાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અમેરિકન ઇતિહાસમાં નવી રેખા દોરવાનો વાયદો કરી રહ્યાં છે. જ્યારે, રિપબ્લિકન ટ્રમ્પ, વિવાદિત અંદાજ અને વાયદાની સાથે પરિવર્તનનું તોફાન લાવવાનું સપનું સેવી રહ્યા છે. દરમિયાન, ટોપ-5પોલ ઓફ પોલ્સમાં ટ્રમ્પે કમલાને મામૂલી લીડથી પાછળ છોડી દીધાં છે. તે કમલાથી 0.2 ટકા આગળ છે.
ટોપ-5 સરવેમાંથી બેમાં કમલા, બેમાં ટ્રમ્પ અને એકમાં બંનેને બરાબર સમર્થન મળ્યું છે. એનવાયટી-સિએના પોલમાં બંનેને સમાન રીતે 48 ટકા સમર્થન પ્રાપ્ત થયું છે. ઓક્ટોબરની શરૂઆતમાં કરાયેલા સરવેમાં કમલાને 49 ટકા અને ટ્રમ્પને 46 ટકા સમર્થન મળ્યું હતું. જ્યારે. વોલ સ્ટ્રીટ જર્નલ અને સીએનબીસી બંનેના સર્વેમાં ટ્રમ્પને 48 ટકા અને કમલાને 46 ટકા સમર્થન મળ્યું છે. ઈપ્સોસમાં કમલાને 48 ટકા અને ટ્રમ્પને 45 ટકા સમર્થન મળ્યું. કમલાને 50 ટકા અને ટ્રમ્પને 49 ટકા સમર્થન મળ્યું છે. - સ્વિંગ સ્ટેટ્સમાં હવે ટ્રમ્પ કમલાની બરાબર છે. 7 સ્વિંગ સ્ટેટ્સમાંથી 3માં કમલા અને ૩માં ટ્રમ્પ લીડ પર છે.