વોશિંગ્ટન: યુએસનાં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઊભા રહેલા રિપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને સોમવારે મોટો ફટકો લાગ્યો હતો. તેમની જ રિપબ્લિકન પાર્ટીનાં ૫૦ જેટલા સુરક્ષા નિષ્ણાતોએ તેમની વિરુદ્ધ નિવેદન આપતાં કહ્યું હતું કે, ટ્રમ્પ અમેરિકા માટે એક ખતરનાક પ્રેસિડેન્ટ પુરવાર થશે. તેઓ યુએસનાં રાષ્ટ્રપતિ બનવાને લાયક નથી. તેઓ પ્રેસિડેન્ટ બનશે તો દેશની સુરક્ષા સામે ગંભીર ખતરો સર્જાશે. આ નિષ્ણાતોમાં પૂર્વ ગુપ્તચર અધિકારીઓ તેમજ પૂર્વ વરિષ્ઠ રાજકારણીઓનો સમાવેશ થતો હતો. જોકે ટ્રમ્પે આ નિષ્ણાતોના મતને ફગાવી દીધો હતો.