વોશિંગ્ટનઃ અમેરિકાના વ્હાઈટ હાઉસનાં પ્રવક્તા સારા સૈંડર્સને ટ્રમ્પ સરકારમાં કામ કરવાના કારણે અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. વર્જિનિયા સ્થિત એક રેસ્ટોરન્ટના માલિકે સારા સૈંડર્સને ‘તમે ટ્રમ્પ સરકારમાં કામ કરો છો તેમ કહીને' સેવા આપવાનો ઈનકાર કરીને રેસ્ટોરન્ટમાંથી બહાર જવાનું કહી દીધું હતું. ૨૩મી જૂને એક ફેસબુક યુઝર એ ખુદને વર્જિનિયાના ધ રેડ હેન રેસ્ટોરન્ટના વેઈટર તરીકે ઓળખ આપીને કહ્યું કે, અમે સૈંડર્સને ફક્ત બે મિનિટની સેવા આપી અને પછી સારા સૈંડર્સ અને તેમની સાથે આવેલા લોકોને રેસ્ટોરન્ટમાંથી બહાર જવાનું કહી દીધું હતું.
સૈંડર્સે ૨૪મીએ ટ્વીટ કરીને આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે, કાલે રાત્રે મને લેક્સિંગ્ટન સ્થિત રેડ હેન રેસ્ટોરન્ટ એ મને બહાર કાઢી મૂકી, કારણકે હું ટ્રમ્પ સરકારમાં કામ કરું છું.