ટ્રમ્પના ‘ગોલ્ડન વીઝા’ સુપરહિટ

Friday 28th March 2025 06:31 EDT
 
 

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચ કરેલી ‘ગોલ્ડ કાર્ડ’ સ્કીમ અથવા ‘ગોલ્ડન વિઝા’ યોજનાને બહોળો પ્રતિસાદ મળી રહ્યાના અહેવાલ છે. આ યોજના હેઠળ અંદાજે રૂ. 43 કરોડમાં પર્મેનન્ટ રેસિડન્સી તેમજ સિટિઝનશીપની ઓફર કરાઈ રહી છે. ટ્રમ્પ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીના દાવા અનુસાર આ સ્કીમ સુપરહિટ સાબિત થતાં એક જ દિવસમાં 1000 કાર્ડનું વેચાણ થયું છે. અમેરિકના વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિક અનુસાર આ યોજના હેઠળ માત્ર એક દિવસમાં જ 1000 ‘ગોલ્ડ કાર્ડ’નું વેચાણ થયું છે, જેનાથી સરકારને અંદાજે રૂ. 43,000 કોડની કમાણી થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter