ટ્રમ્પનો રાષ્ટ્રપ્રમુખ તરીકેનો પ્રથમ ૧૦૦ દિવસનો પ્લાન

Thursday 27th October 2016 09:30 EDT
 
 

ક્લિવલેન્ડઃ અમેરિકન ઇતિહાસમાં પ્રમુખપદની ચૂંટણી માટે સૌથી કડવાશભર્યો ચૂંટણી પ્રચાર જંગ ચાલી રહ્યો છે. ટ્રમ્પે દલીલોની સમાપ્તિ કરતાં પ્રમુખ તરીકે પોતે ૧૦૦ દિવસમાં શું કરશે તેનો પ્લાન રજૂ કર્યો છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વોટ રિગિંગ જેવી આશંકા વ્યક્ત કરીને કહી ચૂક્યા છે કે તેઓ આવનારા પરિણામોને પણ જરૂર પડશે તો કોર્ટમાં પડકારશે. તો હિલેરી ટ્રમ્પને ઉશ્કેરણીજનક અબજોપતિ સંબોધીને કહી રહ્યા છે કે ટ્રમ્પ તે અમેરિકી લોકશાહી સામેનો ખતરો છે. હિલેરીએ કહ્યું હતું કે ટ્રમ્પ ચૂંટણી પરિણામોનો સ્વીકાર કરવા ઇનકાર કરી ચૂક્યા છે. તે રાહે તેઓ લોકશાહી સામે ખતરો સર્જી રહ્યા છે.

રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પેનસિલ્વેનિયામાં રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમના સમર્થકો એનડીટીવીના રિપોર્ટરને ‘લાયર’ કહીને સ્થળ છોડી જવા ધમકી આપી રહ્યા હતા. એક સમર્થકે તો માઇકને જમીન પર પટકી દેવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી.

હિલેરીની જીત એટલે આઈએસનો પ્રસાર : ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, પ્રમુખપદની ચૂંટણીમાં હિલેરીનો વિજય એટલે ઓબામા ફરી ચાર વર્ષ સત્તા પર આવશે અને તેને પગલે આઇએસનો પ્રસાર થશે. આઇએસઆઇએસ દરેક સ્થાને ઉપસ્થિત છે.

હિલેરીની લોકપ્રિયતામાં ઘટાડો

ટ્રમ્પના ‘રીગ્ડ સિસ્ટમ’ જેવા શબ્દોએે મતદારો પર ધારી અસર કરી છે. આ વિધાને હિલેરીની અગાઉની સરસાઇ ઘટાડી છે. બીજા સપ્તાહમાં ૪૪ ટકા મતદારો હિલેરીને તો ૩૭ ટકા મતદારો ટ્રમ્પને સમર્થન આપી રહ્યા હતા. પરંતુ ત્રીજા સપ્તાહમાં સ્થિતિ બદલાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter