ક્લિવલેન્ડઃ ટ્રમ્પની દીકરી ઈવાન્કાના હિંદુ મંદિરોમાં દિવાળી ઉજવવાના સમાચારો તાજેતરમાં વહેતા થયા છે. ટ્રમ્પ પણ ભારતીયો અને હિંદુ સમુદાયની પ્રશંસા કરે છે છતાં ઘણાં ભારતીય અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પને મત આપવા લાયક નેતા ગણતા નથી. યુએસના ક્લિવલેન્ડમાં વસતા અનેક ભારતીય મૂળના નાગરિકો કહે છે કે, અમે હિલેરીને એટલા માટે મત આપીશું કેમ કે અમે ટ્રમ્પને મત આપવા માગતા નથી.
અમેરિકામાં આઠ નવેમ્બરે રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવાની છે. મોટા ભાગના ભારતીય મૂળના અમેરિકી ટ્રમ્પની મહિલાવિરોધી ટિપ્પણીઓથી નારાજ છે. ભારતવંશીઓ રિપબ્લિકન પાર્ટીને મત આપવા માગે છે, પરંતુ તેના ઉમેદવાર ટ્રમ્પને નહીં. ક્લિવલેન્ડમાં આશરે ૩૦,૦૦૦ ભારતીય મૂળના અમેરિકી નાગરિકો વસે છે.