વોશિંગ્ટનઃ ટ્રમ્પ વહીવટી તંત્રમાં હેલ્થ કેરના ઉચ્ચ પદ માટે અમેરિકી સેનેટ દ્વારા અમેરિકન ભારતીય સીમા વર્માના નામને મંજૂરી મળી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સીમા ઓબામા કેરને રદ કરીને હેલ્થ કેર ક્ષેત્રે નવી નીતિઓ લાવશે. વ્હાઇટ હાઉસે સીમાની પસંદગીને નિર્વિવાદ રીતે યોગ્ય ગણાવી છે. હેલ્થ પોલીસી કંસલ્ટન્ટ સીમા વર્મા ઇન્ડિયા સહિત અમેરિકાના હેલ્થ કેર રિફોર્મ્સનાં ઘડનારા રહ્યાં છે.
સેનેટે ૪૩ વિરુદ્ધ પંચાવન મતથી તેના નામને મંજૂરી આપી છે. સીમા વર્મા હેલ્થ કેર રિર્ફોમ્સમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરશે. ટ્રમ્પે ઓબામા કેરને રદ કરીને આ ક્ષેત્રમાં નવી નીતિઓ લાગુ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના વહીવટી તંત્રમાં સીમા વર્મા બીજાં નંબરનાં ભારતીય છે કે જેમનો અમેરિકાના મહત્ત્વના ખાતાંમાં સેનેટ તરીકે મંજૂરી મળી છે. અગાઉ ભારતીય અમેરિકન નિક્કી હેલીને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અમેરિકી એમ્બેસેડર નિયુક્ત કરાયા હતા. નિક્કી કોઇ પણ અમેરિકી પ્રમુખના તંત્રમાં સેવા આપનારી કેબિનેટર રેન્કની પહેલી ભારતીય મૂળની અમેરિકન અધિકારી છે.
સેનેટનો મત
અમેરિકી સેનેટમાં બહુમતિ નેતા મિચ મેક્કોનેલે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે સફળ બેકગ્રાઉન્ડના કારણે જ સીમા વર્માની આરોગ્ય નીતિ ભરોસો કરીને તેમને સેનેટમાં સ્થાન અપાયું છે. હેલ્થ કેર ક્ષેત્રે તેમું સફળ બેકગ્રાઉન્ડ જ આ પદ માટે તેમને ખૂબ જ લાયક ગણાવે છે. તેઓ મેડિકેર ક્ષેત્રે સલામતી અને આધુનિકરણ પ્રત્યે તેઓ વચનબદ્ધ જણાય છે. તેથી તેઓ આ વિભાગ સંભાળીને સારું પરિણામ આપી શકશે. તેઓ આ ક્ષેત્રના પડકારોને પણ સમજે છે. તેથી તેની સામે કેવી રીતે ટકી રહેવું એ નીતિ ઘડવામાં તેમને મુશ્કેલી નહીં પડે.