વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર બનવાના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે ૨૩મી એપ્રિલે ભારતના એક કોલ સેન્ટર પ્રતિનિધિની અંગ્રેજીમાં વાત કરવાની લઢણની નકલ ઉતારીને તેની મજાક કરી હતી. જોકે બાદમાં ભારતીયો નારાજગીની સંભાવના જોતા તેમણે મામલો સંભાળતા ભારતને એક મહાન દેશ કહ્યો હતો અને કહ્યું કે તેઓ ભારતીય નેતાઓથી નારાજ નથી. ટ્રમ્પે પછીથી કહ્યું કે, ‘ભારત એક મહાન દેશ છે. હું અન્ય નેતાઓથી નિરાશ નથી. હું આપણા નેતાઓની મૂર્ખતાથી નારાજ છું. હું ચીનથી નારાજ છું. હું જાપાનથી નારાજ છું, પરંતુ હું વિયતનામ, ભારત જેવા દેશોથી નારાજ નથી.’