વોશિંગ્ટનઃ અમેરિકાના અગ્રણી અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ દ્વારા એક અહેવાલમાં પુરાવા સાથે જણાવાયું છે કે, અમેરિકન પ્રમુખપદની ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આશરે ૧૮ વર્ષ સુધી કરવેરો ચૂકવ્યો ન હતો.
આ અહેવાલો પ્રસિદ્ધ થયા પછી પ્રમુખપદ નજીક પહોંચી ગયેલા ટ્રમ્પને મોટું નુકસાન થઈ શકે છે એમ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. અખબારે દાવો કર્યો છે કે, ચૂંટણીમાં ઝંપલાવ્યા છતાં ટ્રમ્પે એક સમયે ટેક્સ રેકોર્ડ જાહેર કરવાની ના પાડી હતી. જોકે, વર્ષ ૧૯૯૫માં આવકવેરા રિટર્નમાં ટ્રમ્પે વિવિધ કંપનીઓ હેઠળ ૯૧.૬૦ કરોડ ડોલરની ખોટ બતાવી હતી. આ ખોટ થઈ હોય તો પણ તેમણે આશરે બે દાયકા સુધી કરવેરો જ ભર્યો ન હતો.