વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દરિયાપારના દેશમાંથી આવતા તમામ લોકો માટે અમેરિકામાં પ્રવેશવાના દરેક દરવાજા બંધ કરવાની ફિરાકમાં લાગેલા છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે ટ્રમ્પે હવે ગ્રીન કાર્ડ પ્રોસેસને ટાર્ગેટ કરતાં તેના પર બ્રેક મારી છે. બે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ટ્રમ્પે ગ્રીન કાર્ડ પ્રોસેસ અટકાવી છે, એમ હોમલેન્ડ વિભાગે જણાવ્યું હતું. તેના કારણે નિરાશ્રિત તરીકે મંજૂર થયેલાઓને પણ ગ્રીન કાર્ડ મળવું અશક્ય બનશે.
ટ્રમ્પના આ નિર્ણયના પગલે જેમણે આશ્રિત તરીકે કાયમી રહેવાસીનો કાયદાકીય દરજ્જો મેળવ્યો હતો તે રદ થઈ ગયો છે. 2021માં જ 51 હજારથી વધારે ભારતીયોએ અમેરિકામાં આશ્રય મેળવવા અરજી કરી હતી. આ બધાએ હવે અમેરિકામાં ગ્રીન કાર્ડનું સ્વપ્ન ભૂલી જવું પડશે. 2018માં આ જ આંકડો નવ હજારનો હતો. 2021નો આંક દર્શાવે છે કે ફક્ત પાંચ વર્ષમાં 466 ટકાનો નાટકીય વધારો નોંધાયો છે, એમ જહોન હોપકિન્સ યુનિવર્સિટીનું રિસર્ચ દર્શાવે છે.
હોમલેન્ડ વિભાગે આના માટે એવું કારણ આપ્યું છે કે ટ્રમ્પના આદેશને અનુરુપ યુએસસીઆઇએસે કેટલીય પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવાનો હોવાથી અને તેની કામગીરીને આખરી ઓપ આપવાનો છે. તેની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર સલામતી તથા ફ્રોડની સંભાવનાને ચકાસી જોવાની છે. તેના
કારણે વર્તમાન કામગીરી કામચલાઉ ધોરણે અટકાવાઇ છે.