મુંબઇ: ભારતની સૌથી મોટી ઈન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસીસ એક્સપોર્ટર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ને અમેરિકાની કોર્ટે 194 મિલિયન ડોલર (આશરે રૂ. 1,621 કરોડ)નો દંડ ફટકાર્યો છે. ટેક્સાસના નોર્ધર્ન ડિસ્ટ્રીક્ટની કોર્ટે ટ્રેડ સિક્રેટનો દુરુપયોગ કરવા બદલ ટીસીએસને આ દંડ ફટકાર્યો છે. ચુકાદા અંગે ટીસીએસએ જણાવ્યું છે કે, આ ચુકાદા સામે તેનો પક્ષ મજબૂત છે. આ આદેશને પડકારવાની તૈયારી ચાલી રહી છે. કંપનીને આશા છે કે, રિવ્યુ પીટિશન બાદ ચુકાદો તેની તરફેણમાં આવશે. આ સાથે ટીસીએસે જણાવ્યું છે કે, આ નિર્ણયથી તેની નાણાકીય કામગીરી પર કોઈ ખાસ અસર પડશે નહીં.