એટલાન્ટા: દુનિયાની અગ્રણી ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટની સર્વિસીસ ઠપ થવાના કારણે અનેક કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં એરલાઈન્સ કંપનીઓ ટોચના સ્થાને છે. આ સિવાય આ સમસ્યાના કારણે બેન્કો અને અન્ય ઈમર્જન્સી સર્વિસીસ પર પણ ગંભીર અસર થઈ હતી. હવે ડેલ્ટા એરલાઈન્સે માઈક્રોસોફ્ટ, ક્રાઉડસ્ટ્રાઈક પર કેસ કર્યો છે. દુનિયાભરમાં 18 જુલાઈએ ક્રાઉડસ્ટ્રાઈકના એક અપડેટથી માઈક્રોસોફ્ટની સર્વિસીસ ઠપ થઈ ગઈ હતી.