વોશિંગ્ટનઃ અમેરિકન ન્યાય વિભાગ અનુસાર, હેડલીએ જણાવ્યું કે 26 થી 28 નવેમ્બર 2008ની વચ્ચે લશ્કરના અજમલ કસાબ સહિત 10 આતંકીઓએ મુંબઇમાં તાજ હોટલ સહિત અનેક જગ્યાઓએ હુમલા કર્યા તે જગ્યાની મેં રેકી કરી હતી. તહવ્વુર રાણાએ મને ભારતનો વિઝા અપાવવામાં મદદ કરી હતી. સાથે જ મુંબઇમાં ઓફિસ અપાવવામાં પણ મદદ કરી હતી. મુંબઈ હુમલામાં 166 લોકોના મોત થયા હતા અને 238 લોકો ઘાયલ થયા હતા.
હેડલી અમેરિકન જેલમાં છે.... તેનું પ્રત્યાર્પણ કેમ નહીં?
અમેરિકન કોર્ટે હેડલીને 2013માં 35 વર્ષની સજા આપી, એટલે કે 2048 સુધી જેલમાં રહેશે. હેડલીએ એ શરત પર લશ્કર અને આઇએસઆઇ અંગે અમેરિકાને જણાવ્યું હતું કે તેનું ભારતમાં પ્રત્યાર્પણ નહીં કરાય. આ જ કારણથી ભારતના અનેકવાર અનુરોધ છતાં હેડલીને સોંપવામાં આવ્યો નથી.