એટલાન્ટિકઃ અમેરિકાનાં પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો વિખ્યાત કેસિનો ટ્રમ્પ તાજમહેલ બંધ થવાના સમાચાર છે. આ કેસિનો બંધ થવાને કારણે આશેર ૩૦૦૦ લોકો પોતાની નોકરી ગુમાવશે. ટ્રમ્પે ૨૬ વર્ષ પહેલાં તેના આ ટ્રમ્પ તાજમહેલ કેસિનોની જાહેરાત કરી હતી. અને તેને વિશ્વની આઠમી અજાયબી ગણાવ્યો હતો. કેસિનો વર્લ્ડમાં મંદીના કારણે વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં એટલાન્ટિક સિટીમાં કેટલાય કેસિનો બંધ થવાથી આશરે ૧૧,૦૦૦ લોકોએ પોતાની નોકરી ગુમાવી હોવાના અહેવાલ છે.