આઇઓવા સ્ટેટના મસ્કેટિનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઉમેદવારોની રેસમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં એક શીખ યુવક ‘સ્ટોપ હેટ’ના બેનર સાથે ટ્રમ્પનો વિરોધ કરી રહ્યો હતો. ટ્રમ્પે શીખની પાઘડી પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, તારા જેવી પાઘડી પહેરી છે? નથી પહેરી અને પહેરેશે પણ નહીં. એમ કહીને શીખને રેલીમાંથી કાઢી મુકાયો હતો. ટ્રમ્પની આ ટિપ્પણીને વંશીય ટિપ્પણી તરીકે જોવામાં આવી રહી છે.