પેન્સિલવેનિયાઃ અમેરિકાના પેન્સિલવેનિયાના બકર્સ કાઉન્ટીથી ગાંજાનું ઉત્પાદન કરતા ગુજરાતી દક્ષેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તે K-2 નામના ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા એક કૌભાંડમાં પકડાયો છે. જેની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે એટર્ની એડમ્સે કહ્યું હતું કે, પોલીસે રિડિંગ વિસ્તારમાં ૪૦૦ બ્લોકના લેંકસ્ટર એવન્યુમાં સ્મોક્સ આઉટલેટ અને વેપર લોન્જમાં સર્ચવોરન્ટ ઉપર તપાસ કરતાં K-૨ મળ્યું હોવાનું જણાયું હતું. પકડાયેલા દક્ષેશ પટેલે ડ્રગ્સ રિંગના લીડર એરિક સિન્ટ્રોનને જાણતો હોવાની વાત પણ સ્વીકારી હતી. એરિક સિન્ટ્રોનને જ્યારે સળિયા પાછળ હતો ત્યારે અન્ય લોકોની આગેવાની કરી હતી. જોકે, પકડાયેલા દક્ષેશ પટેલે કહ્યું હતું કે, હું નિર્દોષ છું. મેં કંઈ જ ખોટું કર્યું નથી. દક્ષેશ પટેલની ધરપકડથી પાડોશીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. જ્યારે પોલીસ દક્ષેશ પટેલને તપાસ માટે તેના ઘર લાવી હતી તે દરમિયાન તમામ રોકડ રૂપિયા અધિકારીઓ સામે રાખી દીધા હતા જે તેના નહોતા પણ એરિક સિન્ટ્રોનના હતા.
પોલીસના કહેવા મુજબ, તેણે દાગીના ઉપરાંત દોઢ લાખ ડોલર રોકડા સામે રાખી દીધા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પટેલે ફોન ઉપર સિન્ટ્રોન સાથે કામ કર્યું હતું. પટેલ અને સિન્ટ્રોન એક રેસ્ટોરાં ખોલવા અને મુહલ્લેબર્ગ ટાઉનશીપમાં એક તૂર્કી હિલ ખરીદવાની યોજના પર પણ વિચાર કર્યો હતો.