અમેરિકામાં ભારતીય મૂળના સાંસદ તુલસી ગાબાર્ડ યુએસ કોંગ્રેસની ૨૫ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ થયા છે. કોંગ્રેસમાં એકમાત્ર હિન્દુ સાંસદ ૩૩ વર્ષીય તુલસી ગબાર્ડને સીક્યૂ-રોલ કોલના પુસ્તક ‘પાવરફૂલ વિમેન: ધ ૨૫ મોસ્ટ ઈન્ફ્લ્યુએન્શિયલ વિમેન ઈન કોંગ્રેસ’ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તુલસી ગબાર્ડ બે વર્ષ પહેલા સાંસદ બન્યા છે.
અમેરિકન એકેડમીમાં ચાર ભારતીયોની પસંદગીઃ અમેરિકાની પ્રતિષ્ઠિત એકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં નવા ૧૯૭ સભ્યો પસંદ થયા છે. જેમાં ભારતીય મૂળના ચાર અમેરિકનનો પણ સમાવેશ થાય છે. આ એકેડમી નીતિ વિષયક સંશોધન ક્ષેત્રે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આ ભારતીયોમાં સંજીવ અરોરા, સંગીતા ભાટિયા, રેણુ મલ્હોત્રા અને રવિન્દ્રન કન્નન સમાવેશ થાય છે.