આપણે ત્યાં ભારતમાં વાર્તા હતી કે 'અંધેરી નગરીને ગંડુ રાજા'. એ આખી વાર્તા તો નથી કહેવી પણ અમેરિકામાં કોલેજ કન્યાઅો પર વધાતા જતા બળાત્કારના બનાવોને ટાળવા અમેરિકાના દસેક રાજ્યોના 'ગંડુ રાજા' જેવા રાજકારણીઅો હવે માંગણી કરી રહ્યા છે કે કોલેજ કન્યાઅોને હવે કોલેજમાં રિવોલ્વર કે પિસ્તોલ લઇ જવા દેવી જોઇએ. આમેય અમેરિકામાં શાળા કોલેજોમાં થતા ગોળીબારના કારણે ઘણાં વિદ્યાર્થીઅો મોતને ભેટ્યા હોવાના સમાચાર બહાર આવ્યા છે. હવે જોઇએ છે કે આ નિર્ણય અમલમાં આવશે તો શું થશે?
દેખાવો, પીટીશન્સ અને સરકારની જાહેરાત ઝુંબેશ બાદ દસ રાજ્યોના રાજકારણીઅોએ આ સુચન કર્યું છે. હવે તમે જ કહો જેની પાસે બંદુક હોય તેને કોણ છેડે? છોકરીઅો ભડાકે જ દે ને!