થિયેટરમાં ખોવાયેલું વોલેટ 65 વર્ષે પાછું મળ્યું

Friday 05th January 2024 06:51 EST
 
 

એટલાન્ટા: અમેરિકાના એટલાન્ટાના એક થિયેટરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક કોન્ટ્રાક્ટરને પ્લાઝા થિયેટરમાંથી એક પાકિટ મળ્યું છે. આ પાકિટ લગભગ 65 વર્ષ પહેલાં ખોવાઈ ગયું હતું. આ વોલેટ ફ્લોય કલબ્રેથ નામની મહિલાનું હતું, જેનું 2005માં 87 વર્ષની વયે અવસાન થયું હતું. જ્યારે તેમની પુત્રી ચેમ્બરલેનને આ વોલેટ વિશે જાણ થઈ ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ.
ચેમ્બરલેને કહ્યું હતું કે મને એ જાણીને આશ્ચર્ય થયું કે આટલાં વર્ષો પહેલાં ખોવાયેલું પાકિટ આજે ફરી મળી આવ્યું છે. આ મળવાથી અમારી ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ. જ્યારે વર્ષ 1958માં આ પાકિટ ખોવાઈ ગયું હતું ત્યારે ચેમ્બરલેન માત્ર 6 વર્ષની હતી. આ પાકિટમાં તેના પરિવારના ફોટા, લાઇબ્રેરી કાર્ડ અને કેટલીક ટિકિટો હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter