વોશિંગ્ટન: ગે કપલને દત્તક લીધેલા બાળકોનું જાતીય શોષણ કરીને તેનો વીડિયો ઓનલાઇન કરવાના કેસમાં 100 વર્ષ કેદની સજા ફટકારાઇ છે. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયાની એટલાઉન્ટા કાઉન્ટીની છે. ગે કપલ વિલિયમ અને જારચી સુલોક પર દત્તક બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ હતો.
34 વર્ષનો જાચારી એક બેન્ક અધિકારી છે અને 36 વર્ષનો વિલિયમ સરકારી કર્મચારી છે. આ સમલૈગિંક દંપતીએ દસ અને બાર વર્ષના બે બાળકોને દત્તક લીધા હતા. આ દંપતી સોશિયલ મીડિયા પર નિયમિત રીતે પોતાના બાળકોની તસ્વીર શેર કરતું હતું અને કેપ્શન આપતું હતું ‘હેપ્પી ફેમિલી’.
આ બંનેને પકડનારા અને કેસની તપાસ કરનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે ગે કપલ બાળકોને નિયમિત રીતે જાતીય સંબંધ બાંધવાની ફરજ પાડતું હતું. તેના વીડિયો બનાવતું હતું. આના લીધે બંને બાળક હાલમાં ભયાનક માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેનો પર્દાફાશ આ ગે કપલના નજીકના મિત્રએ જ કર્યો હતો.