વોશિંગ્ટન: શીખોનાં પાંચ ધાર્મિક ચિહનો રાખીને અમેરિકી લશ્કરમાં સેવા આપવાની મંજૂરી મળી ગઈ છે. પગલાંના થોડા દિવસ પહેલાં લશ્કરે નવો નિયમ લાગુ પાડ્યો હતો. તેમાં પાઘડી કે હિજાબ પહેરનારા કે દાઢી રાખનારા જવાનોને લશ્કરમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે ૧૯૮૧માં આસ્થા દર્શાવતાં પ્રતીકો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી અમેરિકી લશ્કરમાં સામેલ થનારા શીખોની સૌથી વધુ સંખ્યા છે. નવા નિયમોને ચાર જાન્યુઆરીથી જાહેર કરાયા હતા. એ પછી શીખો સાથે નોકરશાહીને લગતી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. જેના કારણે પહેલા તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો.