નવા વર્ષ નિમિત્તે ૭૫ અબજ મેસેજની આપ-લેનો વ્હોટ્સ એપનો રેકોર્ડ

Friday 05th January 2018 05:57 EST
 
 

સિલિકોન વેલીઃ નવા વર્ષ નિમિત્તે પહેલી જાન્યુઆરીએ વોટ્સએપે નવો રેકોર્ડ બનાવ્યો હતો. નવા વર્ષની શુભકામના પાઠવવા માટે વિશ્વભરના યુઝર્સે ૭૫ અબજ મેસેજીસની આપ-લે કરી હતી. ભારતમાં જ એ દિવસે ૨૦ અબજ મેસેજીસ મોકલાયા હોવાનું વોટ્સએપે એક નિવેદનમાં જણાવ્યું હતું.

પોપ્યુલર મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. નવા વર્ષે એક-મેકને શુભકામના પાઠવવા માટે વિશ્વભરના યુઝર્સે વોટ્સએપનો સહારો લીધો હતો. એક જ દિવસમાં વિશ્વભરના યુઝર્સે ૭૫ અબજ મેસેજીસની આપ-લે કરી હતી. જેમાં ૫ અબજ વીડિયો અને ૧૩ અબજ તસવીરોનો સમાવેશ થતો હતો. એક જ દિવસમાં વોટ્સએપ પર થયેલી આ સૌથી મોટી મેસેજીસની આપ-લે હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. અગાઉ ૨૦૧૬માં નવા વર્ષે ૬૩ અબજ મેસેજીસની આપ-લે થઈ હતી. અત્યાર સુધી એ રેકોર્ડ બરકરાર રહ્યો હતો. એ પછી ૨૦૧૭માં રેકોર્ડ તૂટયો ન હતો. હવે ૨૦૧૮માં ફરીથી નવો રેકોર્ડ સર્જાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter